Mar 13, 2008

જરૂરી નથી અહીંયા સૌને પ્રેમ મળે

જરૂરી નથી અહીંયા સૌને પ્રેમ મળે

નફરતના પણ હકદાર છે ઘણા આ

મતલબી દુનિયામાં

કહે છે આ દુનિયા મને ભૂલી જા હવે એને

પણ હું શું કરું કઈ રીતે ભૂલું એને

ફેલાવી જેણે મારા જીવનમાં રોશની.

જન્માવ્યો જેણે મારામાં અનોખો પ્રેમ

એ પ્રેમની પ્રતિમાને કઈ રીતે ભૂલું

છોડી મુજને જતા રહ્યા ભલે

એ મારા જીવનમાંથી

પણ મારા દિલમાં ધડકન એમની છોડી ગયા

ભલે એ ખુશ છે આજે કોઈ બીજા સાથે

પણ હું તો આજે પણ એમની

રાહ જોઈને બેઠો છું..




Sweetu { Gargi }